ઉક્તિ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ, સ્ત્રીલિંગ

અર્થ[ફેરફાર કરો]

  1. એક ઉપર બોલાતું હોય પણ બીજાને લાગુ પડતું હોય એવી યુક્તિવાળી બોલી.
  2. વચન, બોલ, કથન, વાણી, ભાષણ, વાક્ય, શબ્દરચના, કહેણ
  3. (નાટ્યશાસ્ત્ર) નાટ્યરચનામાં તે તે પાત્રનો વચન વિન્યાસ.
  4. (કાવ્ય) પ્રસાદક એટલે સાંભળવાની સાથે જ ભાવ સ્ફુરે અને હૃદયમાં ઊતરી જાય તેવો કાવ્યનો એક ગુણ. યુક્તિને લીધે પોતાના ધારેલા અર્થને ટેકો મળે એ ઉક્તિ કહેવાય.
  5. દાખલો, ઉદાહરણ.
  6. ઠરાવેલા કરતાં ઓછા દરની જમીન; સાંથે આપેલી જમીન. રૂઢિપ્રયોગ: ઉક્તિ જમીન - (૧) વીઘા ઉપર જે દર ઠરાવેલો હોય તે ન લેતાં ઊચક રકમ લેવી એવા ઠરાવવાળી જમીન; વીઘા અથવા સાંતી દીઠ વીઘોટીનો દર ઠરાવવાનો બદલે ઉધડ રકમ લઈ અપાયેલ જમીન. (૨) સાથે આપેલી જમીન.
  7. સં. વચ્ ( બોલવું ) એક જાતનો અલંકાર, શબ્દલાલિત્ય, વાક્ચાતુર્ય, વાક્પાટવ, વાણીની ચતુરતા.
  8. કહેવત

સંદર્ભ[ફેરફાર કરો]

  • ભગવદ્ગોમંડલ