લખાણ પર જાઓ

ઉચાપત

વિકિકોશમાંથી
  • ૧.સ્ત્રી.
    • ઉઠાઉગીરી; ચોરી.
      • વ્યુત્પત્તિ 1 [ સં. ઉત્ ( ઊંચું ) + ચપ્ ( છેતરવું ) ]
    • ઊંચું મૂકવાપણું.
    • કરજે નાણાં લેવાં તે.
    • ખોટી રીતે ઉપાડી જવું તે; ઓળવવાપણું; સોંપેલી ચીજમાંથી કેટલુંક છૂપી રીતે લઈ લેવાપણું;
    • ખોટી રીતે નાણાં ઉપાડી જવાની ક્રિયા, ઓળવવાપણું.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૨૪:
      “એમ જ એક અફીણવાળાનું બન્યું ! આ રૂપિયા લઈ લેવા એ ઉચાપત કરવાનો ગુનો ન કહેવાય તો બીજું શું ?”
    • માલ ખાતે લેવો તે; માલ ઉધાર લેવાપણું.
    • સટ્ટો; લાભની આશાએ કરેલું સોદાનું સાહસ.
  • વિશેષણ
    • ઉઠાવી લીધેલું.
    • ઊંચું મૂકેલું.

સંદર્ભ

[ફેરફાર કરો]