લખાણ પર જાઓ

ઉલૂક

વિકિકોશમાંથી
  • પું.
    • ( પુરાણ ) અમૃત સાચવનાર દેવ.
    • ઇંદ્ર.
    • ( પુરાણ ) એક પ્રાચીન દેશ. પાંડવોના વખતમાં અહીં બૃહંત નામનો રાજા હતો.
    • ( પુરાણ ) કણાદ મુનિ.
    • ચોરાશી અક્રિયવાદી એટલે ધાર્મિક ક્રિયામાં નહિ માનનાર માંહેના એકનું નામ.
    • દશમા સૈકામાં આર્યાવર્તમાં ફેલાયેલો એક ધર્મ.
    • ( પુરાણ ) દ્રૌપદીના સ્વયંવરમાં આવેલ એ નામનો એક રાજા.
    • ( પુરાણ ) બીજા હિરણ્યાક્ષ દૈત્યના ચાર માંહેનો મોટો દીકરો.
    • ( પુરાણ ) મહાભારતમાં જણાવેલ ઉલૂક દેશ નજીકનો એ નામનો એક પર્વત.
    • ( પુરાણ ) વિશ્વામિત્રનો મોટો દીકરો.
    • ( પુરાણ ) શકુનિનો દીકરો. દુર્યોધને એને યુધ્ધ શરૂ થતા પહેલાં પાંડવો પાસે દૂત તરીકે ઉપપ્લવ્ય ગામમાં મોકલેલો. ત્યાંથી પાછી ફર્યો ત્યારે સહદેવે પ્રતિજ્ઞા કરી કહેલું કે હું તને અને તારા બાપને યુદ્ધમાં મારીશ. એ જ પ્રમાણે એ સહદેવને હાથે મરાયો. એને કૈતવ પણ કહેતા.
  • પું. અથવા ન.
    • દિવસે ઝાડની અંધારી બખોલમાં ભરાઈ રહેતું અને રાત્રિએ બહાર નીકળતું એ નામનું પંખી; ઘુવડ; ઘૂડ.
      • ઉદાહરણ:
        1921, રમણલાલ દેસાઈ, નિહારિકા, page ૨૮:
        ઘૂઘૂઘૂ નાદ તૃપ્તિનો ગજાવી શાંતિ ચીરતો,
        વૃક્ષેથી ઊડી પ્રાસાદે આવી બેઠો ઉલૂક કો.
  • ન.
    • એક જાતનું ઘાસ.

સંદર્ભ

[ફેરફાર કરો]