ઊડવું

વિકિકોશમાંથી
દિશાશોધન પર જાઓ શોધ પર જાઓ

Type[ફેરફાર કરો]

અoક્રિo

Meaning[ફેરફાર કરો]

[सं. उड्डी] હવામાં અધ્ધર જવું (૨) જોરથી ચાલવું; દોડવું (જેમ કે, ઘોડો પવનવેગે ઊડ્યો.) (૩) જવું; ભાગવું; નાસી જવું. (જેમકે અત્યારે તે ક્યાં ઊડ્યો છે? ઊંઘ ઊડવી=ઊંઘ પૂરી થવી) (૪) ફીકું પડવું અને જતું રહેવું (રંગ ઇત્યાદિ) (૫) ખપી જવું (વસ્તુ, માલ ઇત્યાદિ) (૬) કલ્પનામાં ચગવું; ગગન વિહાર કરવો (૭) (વાત, ગપ, ખબર ઇo) ફેલાવું; પ્રસરવું (૮) (તલવાર, લાઠી, બંદૂક, તોપ, ઇo હથિયાર) હવામાં બરોબર ચગવું, વપરાવું (૯) ચેપ ફેલાવો (જેમ કે, આખે શરીરે ચેપ ઊડવો; રોગ ફેલાવો) (૧૦) ચડી આવવું; ધસી જવું; લડવા કૂદી પડવું. (જેમ કે, તેનો શો વાંક કે તેના પર તમે ઊડ્યા?) (૧૧) (તકરાર અધ્યાહાર રહીને સ્ત્રીoમાં) ઊડવી=તકરાર કે લડાઈ થવી; વાંધો પડવો (૧૨) (પરીક્ષામાં) નપાસ થવું.