ઓસાણ
Appearance
- ન.
- ઓસામણ.
- (सं. અવસો) કટોકટીના વખતની હિંમત કે જુસ્સો; ધીરતા.
- (सं. અવસાન) છેડો; અંત; મોત
- તાત્કાલિક સ્મરણ; સમયસૂચકતાથી યાદ આવવાપણું.
- નિશાન; ધ્યેય.
- પાછું હઠવું તે; ઓસરવાપણું.
- (કચ્છી) હોંશ; ઉત્સાહ; ઉમંગ; ઉલટ.
- સ્મૃતિ; યાદી; ભાન; સ્મરણ; ખયાલ.
- ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૯૧:
- “શિવરાજ પોતાના હૃદયમાં ચાલતા નવસંગીતમાં એટલો મગ્ન હતો કે માલુજી જે કહેવા આવેલો તેનું ઓસાણ એને આવ્યું જ નહીં.”
- રૂઢિપ્રયોગ
- ૧. ઓસાણ આવવું = યાદ આવવું.
- ૨. ઓસાણ ચૂક થઈ જવું = સ્મૃતિ જતી રહેવી.
- ૩. ઓસાણે ચડવું = યાદ આવવું.
- ૪. ધાર, અણી ને ધુબાકો, ચોથું ઓસાણ હથિયાર = ધારવાળાં, અણીવાળાં અને ભડાકો થાય તેવા ત્રણ જાતના હથિયાર હોય છે પણ તે સિવાય બરાબર વખતે કોઈ બાબત એકાકએક લક્ષમાં આવે તે ચોથું હથિયાર ગણાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- ઓસાણ ભગવદ્ગોમંડલ પર.