કણબી
Appearance
- ૧.પું.
- ગુજરાત સૌરાષ્ટ્રમાંની એક ખેડૂત કોમ, એ નામની જ્ઞાતિનું માણસ. તેઓ રામના પુત્રો લવ અને કુશના વંશ જ ગણાય છે. વૈશ્ય વર્ગના હોવાથી ખેતી અને પશુપાલન તેમનો મુખ્ય ધંધો છે. તેમાં લેઉઆ, કડવા અને આંજણા ત્રણ ભાગ છે.
- મહારાષ્ટ્રમાંની ખેતી કરનારી એવી એક જાત
- ખેડૂત; દાણાનો બી તરીકે ઉપયોગ કરનાર માણસ; બી રાખીને કણ વેચનાર માણસ.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૦૮:
- એઓ વારંવાર કહી સંભળાવે છે : ‘કણબી કેડે ક્રોડ કણબી કોઈ કેડે નહિ ! ’
- તાબેદાર આદમી; સેવક.
- ૧.સ્ત્રી.
- એ નામની એક જ્ઞાતિ.
- ૧. વિશેષણ
- એ નામની જ્ઞાતિનું.
- વ્યુત્પત્તિ
- સંસ્કૃત - કુટુમ્બિન્-કુહુમ્બી-કણબી
- કણ (દાણો) + બી
રૂઢિપ્રયોગ
[ફેરફાર કરો]- કણબી કાર્તિક મહિને ડાહ્યો = વખત વીત્યા પછી ડહાપણ બતાવનાર. કાર્તિક માસમાં કહે કે ફલાણું વાગ્યું હોત તો સારૂં એ ડહાપણ વ્યર્થ છે.
- કણબી ને કેળું જે તરફથી ખાવું હોય તે તરફથી ખવાય = નબળાઇનો લાભ જેટલો લેવો હોય તેટલો લેવાય.
- કણબી પાછળ કરોડ, કણબી કો પાછળ નહિ, પણ મૂળમાં મોટી ખોડ કે ઊંહુંનું ઓસડ નહિ = આખી દુનિયાનો આધાર ખેડૂત ઉપર છે, તો કોઇ ઉપર આદાર રાખતો નથી, પણ તેની `ના`ની `હા` થાય નહિ.
- કણબી બગાડયા કડવે ને મણિધર બગાડયા પડવે = એક ઘેટું આખા ટોળાને બગાડે.
- કણબી વેચે કાબરો, મતવો વેચે ગા, ટીટું વેચે ટારડું, તેમાં કાંઇ લા ને કાંઇ સા = જો કણબી બાળદ વેચે, મતવો ગાય વેચે અને રાજપૂત ઘોડું વેચે તો એમાં કાંઇ કરીએ નહિ, કેમકે જેનું જેની સાથે જીવન છે તેને તે વેચે તો તે સાવ બિનઉપયોગી જ હોય તો વેચે.
- કણબી સમાન દાતા નહિ અને માર્યા વિના દેતા નહિ = કણબી બહુ ઉદાર હોય છે, પણ કચર્યા વગર કોઇ ને આપે નહિ.
- કણબીના હાથ સોનાના પણ જીભ કુહાડાની = કણબી ઉદાર બહુ હોય પણ બોલી કડવી હોય.
- કણબીની મત ફૂલે ને ભણે ભણે ને ભલે = કણબી જાડી બુધ્ધીનો હોય છે.
- કણબીનું મોં કુહાડે ચીરેલું = કણબીની બોલી માંઠું લાગે એવી હોય છે.
- કણબીનો કૂબો એક મૂઓ ને બીજો ઊભો = કણબીમાં એકે ય વિધતા હોતી નથી, કારણ કે તેમાં છૂટાછેડા અને પુનર્લગ્નની છૂટ હોય છે.
- ભણ્યો કણબી કુટુંબ બોળે-ભણ્યો કણબી ગામ બાળે = વધારે ભણેલ કણબી વેદિયો થઇને કુટુંબને હાનિ પહોંચોડે છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- કણબી ભગવદ્ગોમંડલ પર.