લખાણ પર જાઓ

કથોલું

વિકિકોશમાંથી
  • ૧. ન.
    • सं. (કુસ્થલ) કથોરૂં.
    • અવરજવર સહેલાઈથી થઈ શકે નહિ એવું ઠેકાણું.
    • શરીરનો ગુપ્ત ભાગ
  • ૨. વિશેષણ
    • અયોગ્ય; અજુગતું.
    • કટાણાનું; કસમયનું.
    • ખરાબ જગ્યાએ આવેલું; કઠેકાણાનું.
    • ધાર્યા બહારનું; ઓચિંતું; એકાએક.
    • નોંધારૂં; આધાર વિનાનું.
    • મુશ્કેલ; અગવડ ભરેલું.
    • મેળ વિનાનું; અનુકૂળ નહિ એવું.
    • લાગવગ વગરનું.
    • ઉદાહરણ
      1950, નરહરિ પરીખ, મહાદેવભાઈનું પૂર્વચરિત, page ૩૧:
      “મેં એમને બહુ આગ્રહ કર્યો કે તમે સાઇકલ શીખી જાઓ[…] કહે કે વખતે કાંઈ કથોલું લાગી જાય અને લાંબો વખત અટકી પડવું પડે તેવું જોખમ ખેડવા કરતાં ચાલતા જવાનું જ સારું છે.”

સંદર્ભ

[ફેરફાર કરો]