કળ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પુલિંગ)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

[સંસ્કૃત] કલ્ ( જાણવું )

અર્થ[ફેરફાર કરો]

  • ખબર
  • કાદવ, કીચડ
  • હાથ.

ઉદાહરણ[ફેરફાર કરો]

અસ્ત્રી તે નહિ આપણી, મર કળના દિયે કોલ; માગિયે તયેં માથા આગમે, પછે બીજા કાઢે બોલ. – લોકસાહિત્ય

પ્રકાર[ફેરફાર કરો]

નામ (સ્ત્રીલિંગ)

અર્થ[ફેરફાર કરો]

  • આસામી; માણસ
  • ઉકેલ; આવડ; ગમ; સૂઝ
  • ઓળખાણ
  • કળતર.
  • કળા; હુન્નર.
  • કૂંચી; ચાવી; યંત્રની ચાવી; ચાંપ.
  • કૂંચી ફેરવીને ઉઘાડી તથા બંધ કરી શકાય એવું પેટી વગેરેને જડવામાં આવતું યંત્ર.
  • ખાર.
  • ચાલ.
  • જવું તે.
  • જ્ઞાન; સમજણ
  • ડોળ; મેલ.
  • તાળું; આંકડી.
  • દંતાળ હાંકતાં દાંતાને ગુલીએ ગારો ચોટી બિયારણ વવાતું બંધ પડે તે.
  • દુ:ખની ઝણઝણી; પીડા.
  • નિરાંત; શાતા; સ્વસ્થતા; ટાઢક.
  • પીંજણનો એક ભાગ; કાકર અને પાટિયા વચ્ચે રખાતી ચામડાની ફાચર.
  • ભમરી; ઘૂમરી.
  • માત્રા; અક્ષરનો ઉચ્ચાર કરવામાં જેટલો વખત લાગે તેની ગણતરી. તેને કળ, કળા, મત્તા કે માત્રા કહે છે.
  • મૂર્ચ્છા; તમ્મર.
  • યંત્ર; કરામત; સંચો.
  • યુક્તિ; ઉપાય.
  • રહસ્ય; મર્મ.
  • હથોટી; હાથનો કસબ.
  • હરકત.
  • હોંસમાં આવવું તે.
  • લાગ; યુક્તિ; કરામત; કીમિયો ; કુનેહ,
  • (છંદમાં) કળા, માત્રા.
  • અટકળ, અનુમાન

પ્રકાર[ફેરફાર કરો]

નામ (નપુંસક લિંગ)

અર્થ[ફેરફાર કરો]

  • કુળ; ઘર; કુટુંબ.
  • ખાતેદાર ખેડુ.
  • ગ્રાહક; અસીલ; ધરાક. (બહુવચન કળો)

ઉદાહરણ[ફેરફાર કરો]

આવી આવી વાતો કરીને આભાશાના શોષિત કળો જરા આત્મસંતોષ અનુભવી લેતા. - વ્યાજનો વારસ

  • તલનાં ખાલી ડોડવાં.
  • મધુર ગાણું.

રૂઢિ પ્રયોગ[ફેરફાર કરો]

  • કળ ઉતારવી = પગને તળિયે માખણ તથા મીઠું કાંસાના વાટકા વડે ઘસીને પગ ધોવા આમ કરવાથી કળતર મટે છે.
  • કળ ઉતારવી = શરીરના કોઇ પણ ભાગ ઉપર પથ્થર કે જડ વસ્તુ વાગી જતાં પાણી રેડવું.
  • કળ દેવી-વાસવી = કૂંચી આપવી; બંધ કરવું.
  • કળ ચડાવવી-મરડવી = (૧) બીજી બાજુએ ફરે એમ કરવું. (૨) બીજે રસ્તે ચડાવવું; ઉશ્કેરવું.
  • કળ ઉઘાડવી = ચાંપ અને તાળું વગેરે ખોલી દેવાં.
  • કળ દાબવી = (૧) આંકડી અથવા ચાંપ ફેરવવી. (૨) ઉશ્કેરવું. (૩) ખરો માર્ગ પકડવો; ખરી રીત લેવી. (૪) ફેરવવું; પ્રવૃત્ત થાય એમ કરવું. (૫) યંત્ર ફરે તેમ કરવું; સંચો ચલાવવો. (૬) સંજ્ઞા કરવી.
  • કળ આવવી-ચડવી = અતિ દુ:ખ અને શોક વગેરેથી સમજ જવી; આકુળવ્યાકુળ થઇ જવું.
  • કળ ઊતરવી = દુ:ખમાંથી મુક્ત થવું.
  • કળ ખાઇને રોવું = ખૂબ રડવું.
  • કળ ખાઇને હસવું = ખૂબ હસવું; હદ ઉપરાંત હસવું.
  • કળ વળવી = (૧) દુ:ખમાંથી મુક્ત થવું; નિરાંત થવી (૨) સંજ્ઞા આવવી; શાંત પડવું; સ્વાસ્થ્ય મેળવવું.
  • કળ પડવી = યુક્તિ સૂઝવી.
  • કળ બતાવવી = ખુલ્લું કરાય એવી યુક્તિ બતાવવી; માર્ગ બતાવવો; સૂઝ પાડવી.
  • કળથી થાય તે બળથી ન થાય = યુક્તિથી કાર્યસિદ્ધ થાય છે, બળથી નહિ.