કાંતિ
Appearance
- ૧. (સ્ત્રી.) અભિલાષ; ઇચ્છા.
- વ્યુત્પત્તિ: [સંસ્કૃત] કમ્ ( ચાહવું ) + તિ ( નામ બનાવનાર પ્રત્યય )
- ૨. (સ્ત્રી.) ( પિંગળ ) એક માત્રામેળ છંદ; કાંતિ. તે આર્યા છંદનો એક ભેદ છે. તેમાં ૨૫ લઘુ અને ૧૬ ગુરુ મળી ૫૭ માત્રા હોય છે. Read Less
- ૩. (સ્ત્રી.) કામદેવની એ નામની એક શક્તિ.
- ૪. (સ્ત્રી.) ઘરેણાં વગેરેથી શરીર શણગારવું તે.
- ૫. (સ્ત્રી.) ચહેરાનું તેજ.
- ૬. (સ્ત્રી.) ચંદ્રની સોળ માંહેની એ નામની એક કલા. અમૃતા માનદા, પૂષા, તુષ્ટિ, પુષ્ટિ, રતિ, ધૃતિ, શશિની, ચંદ્રિકા, કાંતિ, જ્યોત્સના, શ્રી, પ્રીતિ, અંગદા, પૂર્ણા, ને પૂર્ણામૃતા એ ચંદ્રની સોળ કલાનાં નામ છે.
- ૭. (સ્ત્રી.) ચંદ્રમાની એક સ્ત્રીનું નામ; ચંદ્રપ્રિયા.
- ૮. (સ્ત્રી.) ચાહવું તે.
- ૯. (સ્ત્રી.) તેજ; પ્રકાશ; નૂર; દીપ્તિ; પ્રભા; આભા.
- ૧૦. (સ્ત્રી.) દુર્ગા દેવી.
- ૧૧. (સ્ત્રી.) નાટકનો એક અલંકાર.
- ૧૨. (સ્ત્રી.) બ્રહ્માની આઠ માંહેની એ નામની એક કલા.
- ૧૩. (સ્ત્રી.) ભગવાની બાર માંહેની એક શક્તિ. ભાગવત દશમ સ્કંધમાં શ્રી, કીર્તિ, પુષ્ટિ, ગિરા, કાંતિ, તુષ્ટિ, ઇલા, ઉર્જા, વિદ્યા, અવિદ્યા, શક્તિ અને માયા એમ ભગવાનની બાર શક્તિ જણાવેલી છે. Read Less
- ૧૪. (સ્ત્રી.) લક્ષ્મીની અનુચર એક દેવી.
- ૧૫. (સ્ત્રી.) શોભ; સૌંદર્ય; મનોહરતા; ખૂબસૂરતી; કાન્તિ.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૧:
- પણ એમાં ક્યાંય સુલેખાને અંતરમાં રમતી મનોમૂર્તિનાં દર્શન નહોતાં થયાં. કાન્તિલાવણ્ય, લેખામાધુર્ય સુન્દરમ્ એ સર્વ લક્ષણો એકીસાથે ક્યાંય જોવા નથી મળતાં.
- ઉદાહરણ
- ૧૬. (સ્ત્રી.) સુંદર સ્ત્રી.
- ૧૭. (સ્ત્રી.) સ્ત્રીઓમાં શૃંગારથી ઉત્પન્ન થતો એક સૌંદર્યગુણ.