કુંજર
દિશાશોધન પર જાઓ
શોધ પર જાઓ
- ૧. પુંલિંગ
- આઠની સંજ્ઞા.
- (પુરાણ) એ નામનો એક દૈત્ય.
- એ નામનો એક વાનર. અંજનાના પિતાનું નામ.
- એક દેશનું નામ.
- એક નાગનું નામ.
- (પુરાણ) જયદ્રથના ભાઈનું નામ.
- પીપળો.
- વાળ.
- (જ્યોતિષ) હસ્ત નક્ષત્ર.
- હાથી. ઉત્સાહ, વેગ, સાહસ, મદ, સત્ત્વ, ગુરુત્ત્વ, દક્ષતા અને સૂંઢ તથા દાંતના કર્મમાં કુશળ એટલાં લક્ષણવાળો હાથી કુંજર કહેવાય છે. કુંજ એટલે હાથીની હડપચી સુંદર લાગવાથી હાથીને કુંજર કહે છે.
- વિંધ્યની દક્ષિણે આવેલા પર્વતનું નામ. તે ઉપર અગત્સ્ય ઋષિએ આશ્રમ સ્થાપ્યો હતો.
- પાંચ માત્રાનો પહેલો પ્રસ્તાર.
- પદ્મપુરાણ અનુસાર એક વૃદ્ધ શુક પક્ષી. તેણે ચ્યવનને ઉપદેશ આપ્યો હતો.
- (પિંગળ) ગુરુ.
- (પિંગળ) એક વિષમજાતિ માત્રા મેળ છંદ.
- ૧. સ્ત્રીલિંગ
- એક જાતની વનસ્પતિ.
- ૧. પુંલિંગ
- ઉત્તમ; શ્રેષ્ઠ.
- મુખ્ય.
સંદર્ભ[ફેરફાર કરો]
- ભગવદ્ગોમંડલ કોશ કચેરી,ગોંડલ, સંપાદક (૧૯૪૪) ભગવદ્ગોમંડલ[૧], page 2364