લખાણ પર જાઓ

કૂચ

વિકિકોશમાંથી
  • ૧.પું.
    • કુચ,કુંવારી અથવા તરુણ સ્ત્રીનું સ્તન.
    • કૂજો; કુંભ; પાણી ભરી રાખવાનું સાંકડાં મોંનું માટીનું વાસણ; ભોટવો.
    • બાગ માંહેનો રસ્તો.
    • ઊપડવું તે; પ્રયાણ; પ્રસ્થાન; મુકામ ઉઠાવી આગળ ચાલવું તે; રવાનગી.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૨૨:
      “આ દુકાનદારને ત્યાં ડેપ્યુટી કલેક્ટરના હોદ્દાનો અમલદાર આબકારી અમલદારને લઈ ગયો, તેમનાં દારૂનાં પીપો જપ્ત કર્યા, પણ તે ઉઠાવવાં અઘરાં લાગ્યાં એટલે તેમની દુકાને તાળું મારીને, સિપાઈ બેસાડીને, કૂચ કરી ગયો.”
    • એક જાતની ખુજલી પેદા કરતી વનસ્પતિ. તેનો વેલો થાય છે. તેની ત્રણ ચાર તસુ લાંબી તથી શિંગ ઉપર બારીક કાંટાની રૂંવાટી થાય છે, તેને પણ કૂચ કહે છે.
    • છાની વાત; મર્મ; રહસ્ય; છૂપી વાત; રહસ્ય
    • લશ્કરી ઢબની ચાલ.
  • રૂઢિપ્રયોગ
    • કૂચ કરવી = (૧) તજી દેવું. (૨) સ્વર્ગમાં જવું.