કૂપ
Appearance
- ૧. પું.
- सं. કૂવો. કૂવાની દશ જાત છે અને પહોળાઈ પ્રમાણે તેમના જુદાં જુદાં નામ પડ્યાં છે. જે કૂવાની પહોળાઈ ચાર હાથ સુધી હોય તે શ્રીમુખ કહેવાય તથા જે પાંચ હાથ પહોળો હોય તે વૈજ્ય કહેવાય. એ પ્રમાણે અનુક્રમે છથી તેર હાથ પહોળાઈવાળા પ્રાંત, દુંદુભિ, મનોહર, ચૂડામણિ, દિગ્ભદ્ર, જય, નંદ અને શંકર કહેવાય છે.
- ખાડો; મોટો ખાડો.
- ઘી, તેલ વગેરે રાખવાનું પાત્ર.
- જંગલના ઝાડોનો વેચવા કાઢેલો અમુક જથ્થો.
- વહાણની વચ્ચેનો થાંભલો.
- ૨. ન.
- (સંગીત) તાલનાં છ માંહેનું બીજું અંગ.
સંદર્ભ
[ફેરફાર કરો]- કૂપ ભગવદ્ગોમંડલ પર.