કોકડું

વિકિકોશમાંથી
  • ૧. (ન.) ગૂંચવણ મુશ્કેલીભર્યું કામ.
  • ૨. (ન.) (લા.) ગૂંચવણ ભરેલો પ્રશ્ન, (3) ગૂંચવણભર્યું કામકાજ કે મામલો
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૦:
      એ પ્રતીતિ થઈ ત્યારે તો એટલું મોડું થઈ ગયું હતું કે માનવંતીએ ગૂંચવેલું આભાશાના કુટુંબનું કોકડું ઉકેલાવું અશક્ય થઈ પડ્યું.
    • રૂઢિપ્રયોગ :
      ૧. કોકડું ઊકલવું = ગોટાળો દૂર થવો.
      ૨. કોકડું ગૂંચવાવું-ઘૂંચવાવું = ગોટાળો ઊભો થવો; મુશ્કેલી વધવી.
  • 3. (ન.) ગોટો; પીંડું.
  • ૪. (ન.) ચામડીનું વળી જેવું કે ચડી જવું તે; સંકોચાઇ જવું તે, ચામડીનું કે શરીરનું વળી – ચડી જવું કે સંકોચાવું તે
  • ૫. (ન.) જડતા.
  • ૬. (ન.) દૂધ નહિ પચવાથી થતો વિકાર.
  • ૭. (ન.) દોરાની દડી.
  • ૮. (ન.) પેટમાં કોકડાના આકારનો દૂધનો ફોદો.
  • ૧૦. (ન.) મોટી કોકડી.
  • ૧૧. (ન.) શંકુ આકારમાં એક અથવા બંને બાજુએ વીંટાળેલો તારનો દડો, શંકુઆકારનો દોરાનો દડો, શંકુ આકારમાં વીંટાળેલા સૂતરનો કે કોઈ દોરાનો દડો