લખાણ પર જાઓ

ખાંડું

વિકિકોશમાંથી

પ્રકાર

[ફેરફાર કરો]

નામ (પુલિંગ)

  • તરવારવાળો લડવૈયો.


પ્રકાર

[ફેરફાર કરો]

નામ (નપુંસકલિંગ)

  • કાંઈક પહોળા પાનાની જરા નાના ઘાટની તલવારની પ્રાચીન એક જાત, એક જાતની તરવાર. પૃથ્વીરાજ ચૌહાણના ખંડેરાય નામના સગાએ પૃથ્વીરાજની કારકિર્દીમાં તે તૈયાર કર્યું હતું. આ કારીગરનું મૂળ નામ ખરૂં જોતાં ગોવિંદરાય હતું. શાહબુદ્દીન ઘોરી સાથે થયેલા પ્રચંડ યુદ્ધમાં આ હથિયારનો ઘણોજ ઉપયોગ થયો હતો. ખાંડું જવેરદારા જાતના પોલાદનું બનાવેલું હોય છે. તેની મૂઠના મોગરો, કંગની, કટારી, પરજ, જનેઉ, પૂતળા અને નખા એવા ભાગ હોય છે. મૂઠ હાથને લાગે નહિ એટલા માટે તેને મખમલની નરમ ગાદી કરવામાં આવે છે. તેનું પાનું ઘણું તીક્ષ્ણ હોય છે. તે બે ફૂટ પાંચ ઇંચ લાંબું મૂળમાં બે ઇંચ અને છેવટે અઢી ઇંચ પહોળું હોય છે. પાનની એક બાજુએ એક ફૂટ સાડા આઠ ઇંચ લાંબો એવો એક નક્શીદાર ચીપિયો હોય છે અને તેના ઉપર મૂઠ બેસાડેલી હોય છે. આ હથિયારનું પાનું મસ્ત હાથીની ગરદન કાપી શકે એવું તીક્ષ્ણ હોય છે.†
  • વરને બદલે તેનું ખાંડું લઇને ગયેલી જાન. રજપૂત વીર હમેશા રણસંગ્રામમાં રોકાયેલા હોવાથી વરરાજા જાતે પરણવા જઇ શકે તેમ ન હોય ત્યારે પોતાને બદલે પોતાનું અત્યંત પ્રિય એવું ખાંડું જાન સાથે મોકલતા. વીરબાળા આ ખાંડાને વરમાળા અર્પણ કરી પરણે. આવી વિધિથી લગ્ન ગ્રંથમાં જોડાયેલી વધૂને ખાંડરાણી કહે છે.‡

પ્રકાર

[ફેરફાર કરો]

વિશેષણ

  • ખંડિત; આખું નહિ એવું; ખાણ પડેલું; ભાંગેલું; તૂટેલું.
  • જેની ધારમાં ખચકા પડી ગયા છે તેવું.
  • નોંધેલું.
  • શીંગડાં વિનાનું, બોડું.#

રૂઢિપ્રયોગ

[ફેરફાર કરો]
  • ખાંડાં ખખડાવવાં-ખેલવાં = લડાઇ કરવી.†
  • ખાંડું મોકલવું-ખાંડે પરણવું = હથેવાળે નહિ પણ ખાંડું મોકલી પરણવું.‡
  • શીંગડે ઝાલો તો ખાંડો, પૂછડે ઝાલો તો બાંડો = સાચો ખોટો બચાવ કરી છટકી જાય તેવો નાગો માણસ.#

ઉદાહરણ

[ફેરફાર કરો]

એ… જી બતરીસ–હથ્થો નર જાગશે…
::એનું ખાંડુ હાથ અઢાર,
બાર મણની કમાનું ચડાવશે…
::એનાં બેડાં ભરાસે બાર. †

-વ્યાજનો વારસ