ખૂન
Appearance
- ન.
- કતલ; ઘાત; જાનથી મારી નાખવું તે; પ્રાણ લેવો તે; વધ; હત્યા; હિંસા.
- કોઈનો જાન લેવા જેવો ગુનો.
- વેરની તરસ; ખૂનસ; જુસ્સો; ઝેર; વેર લેવાની તરસ.
- રક્ત; લોહી.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- રૂઢિપ્રયોગ
- ૧. ખૂન આંખમાં ઉતારવું = ક્રોધથી આંખમાં લોહી તરી આવવું.
- ૨. ખૂન કરવું = હત્યા કરવી; મારી નાખવું; કતલ કરવી.
- ૩. ખૂન ચાટવું = હથિયાર ઉપર લોહીના ડાઘા પાડવા.
- ૪. ખૂન ચાલવું – નીકળવું = લોહી વહેવું.
- ૫. ખૂન પીવું = કોઈનું લોહી ચૂસવું.
- ૬. ખૂન બગાડવું = (૧) કોઢવાળું હોવું. (૨) લોહી અશુદ્ધ કરવું.
- ૭. ખૂન શિર ચઢવું = કોઈની જિંદગી લેવાના કામ પર હોવું.
- ૮. ખૂને જિગર ખાવું – પીવું = (૧) લાગણીઓ ઉપર કાબૂ મેળવવો. (૨) સખત મજૂરી કરવી.
સંદર્ભ
[ફેરફાર કરો]- ખૂન ભગવદ્ગોમંડલ પર.