ખોળિયું

વિકિકોશમાંથી
  • ૧. (ન.) ઉપરનું ઢાંકણ; ખોળ; ગલેફ; તળાઈ, ગોદડાં વગેરે ભરવાનું બેવડું કપડું, ગોદડાં વગેરે ભરવાનો ઓઢો, ચામડીનું ઉપરનું પડ. .
  • ૨. (ન.) કલેવર; કાયા; દેહ; શરીર.
    • રૂઢિપ્રયોગ :
      • {૧} ખોળિયામાં જીવ આવવો = (૧) ચેન વળવું; જીવ હેઠે બેસવો; જીવને શાંતિ થવી; નિરાંત થવી. (૨) ફાળ કે ગભરાટથી ઊડી ગયેલ જીવ પાછો આવવો; ભાનમાં આવવું.
      • {૨} ખોળિયામાંથી જીવ ઊડી જવો = (૧) ઉચાટ થવો; ગભરાટ થવો; ગભરામણ થવી. (૨) બેસુધ થવું.
      • {૩} હરામખોરનું ખોળિયું = લુચ્ચું.
    • ઉદાહરણ :
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪:
      ‘એ તમે ગમે તેમ કહો. એની નાડમાં હજી ધબકારા છે ત્યાં લગણ મારો એકેય નુસખો કામ નહિ આવે. જે દી એનું ખોળિયું ખાલી પડશે તે દીથી આખી પેઢીનો ધણીરણી આ ચતરભજ છે એમ સમજી લેજો. ને લખી રાખજો.’ ચતરભજના અવાજમાં ગર્વસૂચક રણકાર હતો.
  • ૩. (ન.) મોઈદાંડિયાની મરતમાં વપરાતો એક શબ્દ. ખોળિયાવાળો બે દાવ લે છે.
  • ૪. (ન.) સર્પની કાંચળી.
  • ૫. (ન) ગલેફ