ગત
Appearance
વ્યાકરણ
[ફેરફાર કરો]વિo
અર્થ
[ફેરફાર કરો][सं.] ગયેલું (૨) ભૂતકાળનું; વીતી ચૂકેલું (૩) મરી ગયેલું (૪) અo સુધી. દાoતo "પૈસા પેઢીઓ ગત કોઈના પહોંચતા નથી." (૫) [સમાસને અંતે] '-માં આવેલું', '-નું', '-ને અંગેનું કે લગતું' એ અર્થમાં. ઉદાo વ્યક્તિગત, અંતર્ગત
વ્યાકરણ
[ફેરફાર કરો]સ્ત્રીo
અર્થ
[ફેરફાર કરો][सं. गति] ચાલ (૨) ઝડપ (૩) પ્રવેશ; પ્રવેશ કરવાની બુદ્ધિ-શક્તિ (૪) સમજ; મતિ (૫) શક્તિ; બળ (૬) સ્થિતિ; દશા (૭) મૂઆ પછીની હાલત (૮) વાદ્ય પર વગાડવાની (કોઈ રાગના) સ્વરોની રચના