ગળચવાં
Appearance
- ન. (બ.વ.)
- ગળચાં; ગમચાં; બોલતાં બોલતાં ગળી જવું તે; ગૂંચવાઈને બોત જેવા ઊભા રહેવું કે બોલતાં અચકાવવું તે; પૂછેલાં પ્રશ્નનો ઉત્તર નહિ સૂઝવાથી જરા વિચારમાં પડવું કે દિગ્મૂઢ થઈ રહેવું તે.
- ઉદાહરણ 1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૨૫:
- ““ના - હા - હું તો સહેજ -” એવાં ગળચવાં ગળતો શિવરાજ પગથિયાં ચડ્યો,”
- તોતડાતું બોલવાપણું.
- રૂઢિપ્રયોગ
- ૧. ગળચવાં ગળવાં = (૧). આપેલું વચન નહિ પાળવાની વૃત્તિ થતાં ગોટા વાળવા. (૨). કરેલાં કુકર્મનું ફળ ભોગવતાં નાદાર બની રસ્તા શોધવા. (૩). ખોટું બોલવું. (૪). ગુનો કરીને પકડાઈ ગયા પછી બહાનાં કાઢવાં; ખોટા રદિયા આપી બચાવ કરવાનો પ્રયત્ન કરવો. (૫). ગુમાવેલું મન ખોટી રીતે ટકાવી રાખવા મહેનત કરવી. (૬). પોતાનું કંઈ પણ સામાને આપવાની ઈચ્છા ન હોય છતાં ના પાડી શકાતી ન હોય ત્યારે ગોળમટોળ જવાબ આપવો. ફાંફાં મારવાં.
સંદર્ભ
[ફેરફાર કરો]- ગળચવાં ભગવદ્ગોમંડલ પર.