લખાણ પર જાઓ

ઘડોલાડવો

વિકિકોશમાંથી
  • ૧. (પું) (લા.) આખરી ફેંસલો; છેવટ નિકાલ; છેવટનું પતાવી દેવું તે; છેવટનો નિકાલ; અંત.
    • રૂઢિપ્રયોગ:
      ઘડોલાડવો કરવો = (૧) આખર નિકાલ કરવો; છેવટનું પતાવી દેવી. (૨) ગતે ઘાલવું; વળ કવળ ન જોતાં જેમ ફાવે તેમ કરીને નિકાલ કરવો. (૩) જે તે નિશ્ચય ઉપર આવવું. (૪) બરતરફ કરવું; રજા આપવી; ફારક કરવું. (૫) મારી નાખવું; ઠાર કરવું; કાશ કાઢવી.
  • ૨. (પું) ગોટો; પિંડાળો; ગોટોપોટો.
  • ૩. (પું) મરનારની પાછળ ઘડાના મોં ઉપર લાડવો મૂકીને તે આપી દેવાની કરવામાં આવતી ક્રિયા; મડદાને બાળ્યા પછી સ્મશાનમાં લાડવાવાળો ઘડો ભાંગવો તે
  • ૪. (પું) મડદાને બાળી રહ્યા પછી શ્મશાનમાં ઘડા ઉપર લાડવો મૂકીને તે ઘડો ફોડી નાખવાની ક્રિયા.
  • ૫. (પું) મારી નાખવું તે.
    • રૂઢિપ્રયોગ:
      ઘડો લાડવો થવો = (૧) આવી બનવું; મરી જવું; મોત થવું; મૃત્યુ પામવું. પ્રેતશ્રાદ્ધ કર્યા પછી ઘડા ઉપર લાડવો મૂકીને તે બ્રાહ્મણને આપવામાં આવે છે તે ઉપરથી આ અર્થમાં આ પ્રયોગ થયો છે. (૨) ખરાબ થવું; મોટી નુકસાનીમાં આવી પડવું. (૩) કાશ જવી. (૪) ગતે ઘલાવું. (૫) નિકાલ થવો. (૬) પાર પડવું; એક નિશ્ચય ઉપર આવવું. (૭) બરતરફ થવું.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૨:
      વીલ થતાં પહેલાં જ આભાશાનો ઘડોલાડવો કરાવી નાખું તો સહુ હાથ ખંખેરતા રહી જશે અને લશ્કરી શેઠ પણ ધોયેલ મૂળા જેવા પાછા જશે.