લખાણ પર જાઓ

ઘાસ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • કોળિયો.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
સંસ્કૃત
વ્યુત્પત્તિ શબ્દ: घ्रास
    • ઘટ; ઘટાડો; નુકસાની; ખોટ.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page ૭૭-૭૮:
      “માણસનાં કાંઈ નાણાં લેવાય છે ! ખરેખરો ઘાસ તો મને ઢાંઢાનો લાગ્યો, સા’બ. ત્રણસો રોકડા દઈને જોડ લીધેલી.”
  • રૂઢિપ્રયોગ
    • ૧. ઘાસ કાપવી = ઘટના બદલામાં કે ઘસારાના બદલામાં કાપી લેવું; મજરે લેવું.
    • ૨. ઘાસ ખાવી = ઘટ ખમવી; નુકસાન વેઠવું.
    • ૩. ઘાસ લાગવી = ઘસારો પડવો; ઘટ આવવી; નુકસાન થવું.
    • ઘસારો; ધાતુ વગેરેને ઘસવાથી પડેલી ભૂકી.
  • ૨. ન.
    • એક જાતનું રેશમી કાપડ.
    • ખડ; ચારો; પશુઓનો ખોરાક, તૃણ જ્યારે લીલાં અને કુમળાં હોય ત્યારે ચાર અને સૂકાં હોય ત્યારે ઘાસ કહેવાય છે, છતાં બેઉ એકબીજાના અર્થમાં વપરાય છે.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ઘાસ કાપવું = નહિ સાંભળવું; ઉપેક્ષા કરવી; નહિ ગણકારવું.
    • ૨. ઘાસ ખાવું = ખડ ખાઈ જવું; પશુની માફક વર્તવું.
    • ૩. ઘાસની ગંજી ઉપરનો કૂતરો = (૧). પોતાને કંઈજ ઉપયોગી ન હોય એવી વસ્તુનું પણ સ્વામિત્વ પોતાના હથમાં આવવાથી મગરૂર થઈ ગયેલો માણસ. (૨). પોતાને નિરુપયોગી વસ્તુ પણ બીજાને ઉપયોગમાં ન લેવા દે એવો માણસ.
    • ૪. મોંમાં ઘાસ લેવું = તાબે થવું; શરણે જવું.

સંદર્ભ

[ફેરફાર કરો]