ઘાસિયું

વિકિકોશમાંથી
  • ન.
    • એક જાતનું પક્ષી.
    • ઘાસ ઉગાડવાને માટે રાખેલું ખેતર; ગોચર; બીડ.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૨૩:
      “રણછોડ મોરાર એક સારા પ્રામાણિક ખેડૂત છે, એની ૨૮ાા વીધાં જમીનની અને બે ભેંસની આવકનો આ હિસાબ છે. ૨૮ાા વીઘાંમાં ૧૭ વીઘાં કપાસ કર્યો હતો અને ૯ વીઘાં જુવાર અને ૨ાા વીઘાં ક્યારી હતી. કપાસ એનો સારામાં સારો હતો. ઘાસિયું નહોતું”
  • વિશેષણ
    • ઘાસમાંથી ઉત્પન્ન થયેલું; ઘાસનું.
    • જેમાં ઘાસ નીપજતું હોય તેવું.
    • ભેળવાળું; ઘાસ જેવી જ આછી પિળાશ રહી હોય એવું; હલકું. જેમકે, ઘાસિયું સોનું.

રૂઢિપ્રયોગ[ફેરફાર કરો]

  • ઘાસિયું ઘી = જે ઢોર એકલા ઘાસ ઉપર જ રહેતાં હોય અને જેના ખાણ ખવરાવવામાં આવતું ન હોય તેનું ઘી.

સંદર્ભ[ફેરફાર કરો]