ચંચળ
Appearance
- ૧. (પું.) (પિંંગળ) એક માત્રામેળ છંદ; ચંચલ; ચલ. દોહરા છંદનો આ એક ભેદ છે. તેમાં ૧૧ ગુરુ અને ૨૬ લઘુ મળી ૩૭ અક્ષર અને ૪૮ માત્રા હોય છે.
- ૨. (પું.) ઘોડો; અશ્વ.
- ૩. (પું.) વાયુ; હવા.
- વ્યુત્પત્તિ [સંસ્કૃત]
- ૪. (વિ.) અધીરૂં, અધીરું
- ૫. (વિ.) અસ્થિર; આમતેમ ફરતું; ડગમગતું, ડગમગ્યા કરતું.
- ૬. (વિ.) ક્ષણિક; ફાની; ચળ; ક્ષણભંગુર.
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૮:
- લક્ષ્મી તો ચંચળ છે એમ વિમલસૂરીજી વારંવાર કહે છે.
- ઉદાહરણ
- ૭. (વિ.) ગભરાયેલ; હાંફળું; ફાંફળું.
- ૮. (વિ.) ગરમ લોહીનું.
- ૯. (વિ.) ચતુર; કાબેલ.
- ૧૦. (વિ.) (લા.) ચપળ; ચકોર; ચાલાક.
- ૧૧. (વિ.) નટખટ.
- ૧૨. (વિ.) મનસ્વી; નિરંકુશ.
- ૧૩. (વિ.) રમતિયાળ; આનંદી.
- ૧૪. (વિ.) રસિક; કામુક.
- ૧૫. (વિ.) ચપળ ઇંદ્રિયોવાળું.
- ૧૬. (વિ.) પ્રવૃત્તિશીલ, (અંગ્રેજી - ‘ઍક્ટિવ’)