લખાણ પર જાઓ

ચાકી

વિકિકોશમાંથી
  • ૧. (સ્ત્રી.) કપડાનો કટકો પાથરી ઠારેલો ગોળ.
  • ૧. (સ્ત્રી.) ખીલા, સ્ક્રૂ વગેરે સાથે વપરાતી પેચવાળી કે પેચ વિનાની ગોળ ચકતી, સ્ક્રૂ વગેરે સાથે વપરાતી અંદર આંટાવાળી ચકરી, (અંગ્રેજી Nut,)
  • ૧. (સ્ત્રી.) ગૂમડાની આજુબાજુ ઊપસેલો ભાગ.
  • ૧. (સ્ત્રી.) ગોટી; સૂરણની ગાંઠ.
  • ૧. (સ્ત્રી.) ગોળ ચક્રાકાર ગાંસડી; ગોળ ગાંઠડી.
  • ૧. (સ્ત્રી.) ઘંટી.
    • વ્યુત્પત્તિ: [હિંદી]
  • ૧. (સ્ત્રી.) ઘાણીની લાઠનું તળું, જેથી તલ દબાઇને તેલ નીકળે છે.
  • ૧. (સ્ત્રી.) ( કચ્છી ) ઘાંચી.
  • ૧. (સ્ત્રી.) ચપસીને બેસી રહે એવી ગોળ પેચવાળી ચકતી; ફીસ્કી.
  • ૧. (સ્ત્રી.) જામીને ગોળ બંધાયેલો આકાર.
  • ૧. (સ્ત્રી.) ડગળી; થીગડી; પટી.
  • ૧. (સ્ત્રી.) ઢગ; ઢગલી; મોઢવું; વસ્તુઓને ઉપરાઉપરી ગોઠવીને બનાવેલો ઢગલો.
    • રૂઢિપ્રયોગ:ચાકી મારવી = મોઢવું બનાવવું.
  • ૧. (સ્ત્રી.) તમાકુના પડાને ગોઠવી કરેલો ઢગલો.
  • ૧. (સ્ત્રી.) દડો.
  • ૧. (સ્ત્રી.) દબાણનું વજન.
  • ૧. (સ્ત્રી.) નટ.
  • ૧. (સ્ત્રી.) નળની ચકલી; કોક.
  • ૧. (સ્ત્રી.) પિત્તળનો, લોઢાનો અથવા ચામડાનો ગોળ આકારના ચપટો કટકો.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૨:
      એક ખૂણે મોટી મોટી દેગો, કઢાઈઓ, ચાકીઓ અને કોઠીઓ ઊંધી વાળેલી પડી હતી.
  • ૧. (સ્ત્રી.) પૂળાની કાલર; પૂળા ગોઠવેલો ચોરસ જથ્થો.
  • ૧. (સ્ત્રી.) ઠારેલા ગોળનું ભીલું.
  • ૧. (સ્ત્રી.) મુસલમાનની એક લગ્નવિધિ. તેમાં ઘંટી ધોયા પછી કઠોળ દળાય છે. પછી તે રંધાય છે અને ફાતિમાને ભોગ ધરાય છે.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત] ચક્ર
  • ૧. (સ્ત્રી.) મોટો પથ્થર.
  • ૧. (સ્ત્રી.) લોઢાની નાના ખાડાવાળી નાની ચકરડી.
  • ૧. (સ્ત્રી.) લોઢાનો ચોરસ કટકો. તેમાં વચમાં થોડો ઊંડો ખાડો હોય છે. તેમાં દારૂભરી સળિયા વતી તે ફોડવામાં આવે છે.
  • ૧. (સ્ત્રી.) લોઢામાં વીંધ પાડવા માટે નીચે રાખવાનું લોઢાનું ચોકઠું; બતકું; કોળું.
  • ૧. (સ્ત્રી.) વિજળી; વજ્ર.
  • ૧. (ન.) દરિયામાં થતું સ્ફટિક જેવું ત્રણ મણ વજન સુધીનું ધોળું નિરુપયોગી પ્રાણી. એને ઝરા પણ કહે છે. આ પ્રાણીથી માછલાં નાસી જાય છે અને તેને અડવાથી ચળ આવે છે.
  • ૧. (વિ.) ગોળ ચપટું.
  • ૧. (સ્ત્રી.) દારૂ ભરી ફોડવા માટેની અડી.
  • ૧. (સ્ત્રી.) ધાતુના પતરામાં વીંધ પાડવા નીચે રખાતી આધારરૂપ ખાડાવાળી અડી, (અંગ્રેજી Drill)