ચાસ
Appearance
- ૧.સ્ત્રી.
- ખેતરમાં હળ અથવા ચાવળથી પાડેલો ઓળબંધ ઊંડો લીટો; ખેડવાથી પડતો લાંબો આંકો; વાવણીનો લીટો, રોપાંની હાર
- વ્યુત્પત્તિ [સંસ્કૃત] = કૃષ્ ( ખેડવું )
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૭૬:
- “ચાસેચાસ પાછા મેળવ્યા વિના આ લડાઈ બંધ થનાર નથી.”
- ખેતરમાં હળ અથવા ચાવળથી પાડેલો ઓળબંધ ઊંડો લીટો; ખેડવાથી પડતો લાંબો આંકો; વાવણીનો લીટો, રોપાંની હાર
- ૨.પું.
- ડામ.
- ૩.ન.
- નીલકંઠ, એ નામનું એક પક્ષી, જુઓ ચાષ
- વ્યુત્પત્તિ [સંસ્કૃત] = ચાષ
- હાર; હળથી પાડેલાં આંકામાં વેરેલા અને ઊગેલા અનાજના છોડની હાર; ઓળ.
- રૂઢિપ્રયોગ
- ૧. ચાસ મરવો = હારબંધ છોડવાનુ સુકાવું.
- ૨. ચાસમાં ચાસ દેવો = ખુશામદની ખાતર શરમથી કે દબાઇને પણ ખોટી વાતમાં ટાપસી પૂરવી; હાએ હા ભણવી.
- નીલકંઠ, એ નામનું એક પક્ષી, જુઓ ચાષ
- ૪.સ્ત્રી.
એક જાતની શેરડી. ઓછાપણું; કમી; ઓછું આપવું તે.
- રૂઢિપ્રયોગ
- ચાસ આપવી-દેવી = હોય તેથી કંઈ ઓછું આપવું.
- ખેતી.
- ચાસણી.
- જોતર.
- નુકસાન; ઘટ; ખોટ; ખાધ.
- રૂઢિપ્રયોગ
- ચાસ ખાવી = નુકસાન ભોગવવું.
સંદર્ભ
[ફેરફાર કરો]- ચાસ ભગવદ્ગોમંડલ પર.