ચોથિયું

વિકિકોશમાંથી
  • ૧. ન.
    • આખાનો ચોથો ભાગ.
    • ચોથો દિવસ; નાના બાળકના મરણ પછી ચોથા દિવસે કરવામાં આવતી ક્રિયા કે ભોજન.
    • નાની શીશી.
    • પ્રમાણ ભાગ; અંશ.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ચલ્લીનું ચોથિયું પણ બ્રાહ્મણે ખાવું = પેટ ભરનાર બ્રાહ્મણે ગ્રાહ્યાગ્રાહ્યનો વિચાર ન કરતાં ગમે તે સ્વીકારી લેવું.
    • ૨. ચોથિયું ખવરાવવું = બાળક પાછળ પ્રેતભોજન કરાવવું.
  • ૨. વિ.
    • ચોથે દિવસે આવતું.
    • સૃષ્ટિ વિરુદ્ધ કામ કરવાની ટેવવાળું.

સંદર્ભ[ફેરફાર કરો]