ચોફાળ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ (પું.)

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

[સં. ચતુષ્ફાલ; પ્રા. ચઉફફાલ]

અર્થ[ફેરફાર કરો]

  • ૧. ચાર ફાળ એટલે કે પડ કે પટ હોય એવી મોટી પિછોડી; બેવડી જાડી મોટી ઓઢવાની ચાદર. તેની લંબાઈ ૨૪ હાથ હોય છે. કાઠિયાવાડમાં તે બગસરા, બીલખા, સોરઠ, વંથલીમાં સારી બને છે.
    • ઉદાહરણ
      1946, ઝવેરચંદ મેઘાણી, પરકમ્મા, page 138:
      “એણે માળે કોણ જાણે કેમ કરીને મારી ઘોડીનો મોવર લઇ લીધો, પણ તો મેં એનો ચોફાળ લઈ લીધો...”

રૂઢિપ્રયોગ[ફેરફાર કરો]

  • ૧. ચોફાળ ઓઢવો – (૧) ધારેલી આશાઓને દુઃખપૂર્વક છોડી દેવી. (૨) પાયમાલ થઈ જવું; દીવાળું કાઢવું. (૩) પોક મૂકીને રોવું.
  • ૨. ચોફાળ પાથરવો – કન્યાવિક્રય કરી પૈસા લેવા.
  • ૩. ચોફાળ ફાડાવો – અમુક મુદ્દત માટે જીવવું.

સંદર્ભ[ફેરફાર કરો]