ચોરી
Appearance
નામ (સ્ત્રીલિંગ)
[ફેરફાર કરો]- ૧. ગુપ્ત કામ; છૂપું કાર્ય.
- વ્યુત્પત્તિ : [સંસ્કૃત] ચૌર્ય
- ૨. ચામર; ચમરી.
- ૩. ચોરનો ધંધો; કોઈ ન જાણે તેમ પારકી વસ્તુને ઉઠાવી જવાનો ધંધો.
- ૪. ચોરવું અથવા ચોરાવું તે, ચોરવું અથવા ચોરાવું તે; ખબર પડે નહિ તેમ કોઈની કોઈ વસ્તુ ગૂમ થવી તે; ચોરવાની ક્રિયા.ચોરનું કાર્ય, ચોરનો ધંધો
- રૂઢિપ્રયોગ
- ૧. ચોરી ઉપર સિરજોરી = ગુનો કરીને વળી સામે થવું તે.
- ૨. ચોરી જોરીથી = ગુપ્ત રીતે; ખાનગીપણે.
- ૩. ચોરીનું ચંડાળે જાય = (૧) ખરાબ રસ્તે મેળવેલો માલ ખરાબ રસ્તે જાય. (૨) હક વિના કોઇએ કંઈ લઈ લીધું હોય તો તેનો સદુપયોગ થતો નથી.
- ૪. ચોરીનું શીકે ન ચડે = ચોરીનો માલ જાહેરમાં ન મુકાય.
- રૂઢિપ્રયોગ
- ૫. ચોરી કરનાર સ્ત્રી.
- ૬. ચોરેલી ચીજ.
- ૭. છિનાળું.
- ૮. લગ્નમંડપ; ચોરી; ચારે ખૂણે ચાર ગાગર બેડિયાં બંધાવી વચમાં વેદી કરી વરકન્યાને પરણવા બેસાડવામાં આવે છે ત... Read More
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪:
- પણ પછી તો પેલા કણબી લોકોના સામુદાયિક વિવાડાની કતારબંધ ખોડાયેલી ચોરીઓમાં એકના ધુમાડા બીજીમાં જતા અટકાવવા પડે છે એવી જ અટકાયતની આવશ્યકતા આ ઘરના ચૂલાઓના ધુમાડા માટે ઊભી થઈ.
- રૂઢિપ્રયોગ
- ૧. ચોરી બાંધવી = વરકન્યાને પરણવા બેસવાને માટે ચારે ખૂણે સાત ધાતુ કે માટીનાં ગાગર બેડિયાં ગોઠવી ચોરસ મંડપ બનાવવો તે.
- ૨. ચોરીએ ચડવું = વરકન્યાએ મંગળફેરા ફરવા ચોરીમાં આવવું.
- ૩. ચોરીમાંથી દાંત કચરડવા = (૧) પહેલે ગ્રાસે મક્ષિકા; શુભ કામની શરૂઆતમાં જ વિધ્ન આવવું. (૨) લગ્ન થતાંવેંત જ અણબનાવ થવો.
- ૪. ચોરીમાંથી રંડાપો = (૧) લગ્ન પછી અથવા લગ્ન થતાં અનિષ્ટ થવું તે; શરૂઆતથી બગડવું તે. (૨) વેપાર માંડતાં જ દીવાળું.
- ઉદાહરણ
- ૯. વાત છાની રાખવી તે.
વિશેષણ
[ફેરફાર કરો]- ૧૦. ગુપ્ત.
- ૧૧. લાલચુ.