છાજિયાં
Appearance
- ૧. (ન. બ. વ.) કૂટવાની એક ક્રિયા; મરનારની પાછળ સ્ત્રીઓ ઊભી રહીને ગાવાની સાથે કૂટે તે; શોકના આવેશમાં છાતી કૂટવી તે.
- રૂઢિપ્રયોગ:
૧. છાજિયાં ઊપડવાં = કલેશ થવો.
૨. છાજિયાં લેવાં = (૧) કોઈને નામે કૂટવું. બદદુઆ આપતાં સ્ત્રીઓ આ પ્રયોગ કરે છે. (૨) જેના ઉપર ક્રોધ આવ્યો હોય તેને નામે કૂટવું; હાયવરાળ કરવી; એકદમ જોશભેર કોઇની સામે જઈ જોરમાં ને જોરમાં થોડી વાર કૂટવું. (૩) પાછળથી પશ્ચાત્તાપ કરી રોવું ને કૂટવું. (૪) મરનારની પાછળ સ્ત્રીઓનું ગાવા સાથે કૂટવું. - ઉદાહરણ : ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૨:
- ‘ખોટું બોલ મા. હજીય હું તારી પડખે જ છું. હું તારી પડખે ન હોત તો તો મોટાભાઈએ કે’દાડાનું તને પાણીચું પરખાવી દીધું હોત એ ખબર છે ? વ્યાજવટાવમાં તારી રાડ્ય ઓછી નથી. રોજ ઘેરોએક ઘરાક મોટાભાઈ પાસે તારા નામનાં છાજિયાં લેતાં આવે છે. પણ મારે લીધે તું ટકી રિયો છો !’
- રૂઢિપ્રયોગ: