છેડ
Appearance
- ૧. સ્ત્રી.
- અડપલું; અટકચાળું; છેડણી; ચાંદવું; પજવણી.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૩૮૭:
- “પુરાવો મળી આવે છે કે આ રોકવામાં આવેલા પઠાણોની વર્તણૂક અસભ્ય અને અયોગ્ય હતી, અને એક દાખલામાં તો સ્ત્રીની છેડ કરવા સુધી તેઓ ગયા હતા. ”
- રૂઢિપ્રયોગ
- ૧. છેડ કરવી = આળ કરવી; ચાળો કરવો; અડપલું કરવું; પજવવું.
- ૨. છેડ પડવું = અડપલું થયાના કારણથી દૂરનું દૂર રહેવું.
- ઉદાહરણ
- અડવું તે; સ્પર્શ.
- એકબીજા વિરુદ્ધ દાવપેઅ;પ્રપંચ.
- (સંગીત) ગાયનમાં થતા આલાપનો એક પ્રકાર. જ્યારે ગળાને બદલે એક વાજિંત્રમાં આલાપ કરવામાં આવે ત્યારે તેને રાગની છેડ કહે છે.
- ચાબખાનો છેવટનો ઝીણો ભાગ.
- ચામડાનો પટ્ટો અથવા બંધ.
- ધાર; શેડ; સેર.
- મશ્કરી; મજાક.
- વચમાં હાથ ઘાલવો તે; અડી ખરાબ કરવું તે.
- અડપલું; અટકચાળું; છેડણી; ચાંદવું; પજવણી.
- ૨. ન.
- તખલ્લુસ; ઉપનામ.
સંદર્ભ
[ફેરફાર કરો]- છેડ ભગવદ્ગોમંડલ પર.