છેલબટાઉ

વિકિકોશમાંથી

સંજ્ઞા[ફેરફાર કરો]

  • ૧. પું.
    • ઠીકઠાક કે ટાપટીપ કરીને મોજમજામાં રહેનારો જુવાન; ફાંકડો માણસ; વરણાગિયો કે લહેરી જુવાન.
    • રૂઢિપ્રયોગ
છેલબટાઉને હાથમાં છાણું, ઘેર આવ્યા ત્યારે કલેઢું કાણું = જેને ઘરબારની ફિકરચિંતા ન હોય અને માત્ર છેલબટાઉ થઈને ફરવાનું જ ભાન હોય એવો અલ્લડ માણસ.

વિશેષણ[ફેરફાર કરો]

    • ફાંકડું; શોખીન.
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૨૯:
અંદરના રાંધણિયામાંથી દકુભાઈનો છેલબટાઉ છોકરો બાલુ હાથમાં લાડવાની થાળી લઈને પીરસવા આવ્યો અને કપૂરશેઠ તો આ યુવાનના વરણાગી વેશ સામે જોઈ જ રહ્યા. ઓસરીમાં બાલુની એન્ટ્રી, ભવાઈમાં થતા રંગલાના આગમન જેટલી આકર્ષક—બલકે.....

સંદર્ભ[ફેરફાર કરો]