લખાણ પર જાઓ

જરા

વિકિકોશમાંથી
  • ૧. (પું.) અગ્નિનાં અગિયાર માંહેનો એક પ્રકાર.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત]
  • ૧. (પું.) ચોરાશીનો ફેરો.
  • ૧. (પું.) ( પુરાણ ) જેણે શ્રીકૃષ્ણને અજાણતાં હણ્યા હતા તે શિકારી. જો કે તે ક્ષત્રિય હતો, છતાં દુરાચરણે પારધી થઇ ગયો હતો. અગાઉના જન્મમાં તે વાલિ વાનર હતો. શ્રીકૃષ્ણને તેનું બાણ વાગ્યું હતું અને મૃત્યુ થયું હતું. શ્રીકૃષ્ણની કૃપાથી તે દિવ્ય લોકને પ્રાપ્ત થયો હતો.
  • ૧. (પું.) ( પિંગળ ) દશ અક્ષરનો એક સમવૃત્ત વર્ણમેળ છંદ. તે પંક્તિ છંદનો એક ભેદ છે. તેમાં ૩ જગણ અને ૧ ગુરુ મળી ૧૦ વર્ણ હોય છે.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત]
    • ઉપયોગ: જરા રચવૃત્ત જ જા જ ગે. – રણપિંગળ
  • ૧. (પું.) શિયાળો.
  • ૧. (સ્ત્રી.) એ નામની જરાસંધના શરીરના કટકા સાંધનારી રાક્ષસી.
  • ૧. (સ્ત્રી.) ક્ષીરિણી વૃક્ષ.
  • ૧. (સ્ત્રી.) ઘસાઇ ગયેલું હોવું તે; જૂનું થઇ જવાપણું.
  • ૧. (સ્ત્રી.) વૃદ્ધાવસ્થા; ઘડપણ; બુઢાપો.
    • વ્યુત્પત્તિ: [સંસ્કૃત]
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૨૨૦:
      એ રસાત્મા રિખવના યશદેહને જરા કે મરણ પણ કશી અસર નહિ કરી શકે.
  • ૧. (સ્ત્રી.) વૃદ્ધાવસ્થાની અધિષ્ઠાત્રી દેવી.
  • ૧. (સ્ત્રી.) સ્તુતિ; પ્રશંસા.
  • ૧. (સ્ત્રી.) સાપની કાંચળી
  • ૧. (વિ.) લગાર; થોડું; અલ્પ; સહેજ.