લખાણ પર જાઓ

ઝોડ

વિકિકોશમાંથી
  • ૧. પું.
    • સં એક જાતની સોપારીનું ઝાડ.
    • વાવેતર કર્યા વગરની ખેડેલી જમીન.
  • ૨. સ્ત્રી.
    • નાની હોડીને આસપાસ ફેરવવાની રમત.
    • લોઢાનો સળિયો.
  • ૩. ન.
    • કંટાળો આપે એવા માણસે બાઝી પડવું તે.
    • જૂડ; પ્રેત; ભૂત; પિશાચ.
    • લફરું; વડગણ.
    • વળગ્યું છૂટે નહિ એવું ચીકણું માણસ; કટાડો આપે અને કેડો મૂકે નહિ એવું માણસ.
  • રૂઢિપ્રયોગ
    • ૧. ઝોડ છૂટવું = પીડા ટળવી; વળગણ જવું.
    • ૨. ઝોડ વળગવું = ૧). કંટાળો આપે એવા માણસે બાઝી પડવું; કેડો લેવો. ૨). ઝટ દઈને છોડી ન જાય એવું ભૂત કે પ્રેત બાઝવું; કેમે કરી અળગું થાય નહિ એવા ભૂતના સપાટામાં સપડાવું.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૨૩૩:
      “સરકારને પ્રતિષ્ઠાનું ઝોડ વળગાડનારાઓએ ગવર્નરસાહેબને સમજાવ્યું લાગતું હતું કે ખાલસા જાહેર કરેલી જમીન ભલે પાછી અપાય પણ વેચેલી જમીન તો પાછી ન જ અપાય.”

સંદર્ભ

[ફેરફાર કરો]