લખાણ પર જાઓ

ટેક

વિકિકોશમાંથી
  • પું.
    • કવિતામાં રાગનો પહેલો ઢાળ બતાવનારી ટૂક; આસ્તાઈ; કવિતાનું ધ્રુવપદ; ગીતની પહેલી લીટી, જે બીજી કડીઓ પછી ફરી ફરીને ગાવામાં આવે છે. આ શબ્દ કૂટ ઉપરથી અપભ્રષ્ટ થયેલ ટૂક કે ટૂંક એટલે શિખર કે આશ્રયનું સ્થાન ઉપરથી ઉદ્ભવેલ છે. Read Less
  • પું.;સ્ત્રી.
    • અચળતા; નિશ્ચલતા; દૃઢતા.
    • વ્યુત્પત્તિ : [સંસ્કૃત] = ટીક્ ( આશરો લેવો )
    • અમુક નિશ્ચય ઉપર આગ્રહથી રહેવું તે; બોલેલાને ગમે તેમ કરીને પણ વળગી રહેવાનો આગ્રહ; વળગી રહે તેમ અમુક મુદ્દાની વાત ઉપર મુશ્તાક રહેવું તે; સંકલ્પ; પણ; નિશ્ચય; પ્રતિજ્ઞા; અડગતા; વટ.
      • ઉદાહરણ
        1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૬૮:
        “બારડોલી સત્યાગ્રહીઓને તો પોતાની ટેક ઉપર અડગ રહેવા સિવાય બહુ કરવાપણું રહ્યું નહોતું.”
      • રૂઢિપ્રયોગ
        • ૧. ટેક છોડવી = નિશ્ચય મૂકી દેવો; નમતું આપવું; ટેક તજવો.
        • ૨. ટેક નભવી-રહેવી = પ્રતિજ્ઞા પૂરી થવી.
        • ૩. ટેક પકડવી = હઠ કરવી.
        • ૪. ટેક રાખવી = (૧) નિશ્ચય ઉપર રહેવું; પણે પળવું (૨) સામાની શાખ કે આબરૂ રાખવી; સંબંધી કે મિત્રનો બોલ નિશ્ચય પળે કે સફળ થાય એમ કરવું.
        • ૫. ટેકનું પૂતળું = મૂર્તિમાન ટેક જ ન હોય એવું સ્વાભિમાની; એકનિશ્ચવાળું; આગ્રહી; અભિમાની; ટેક મૂકે નહિ તેવું.
        • ૬. ટેકનો તારો = મહા ટેકીલું માણસ.
    • નામ; આબરૂ; શાખ; ભાર; ભારબોજ.
    • સ્વાભિમાનપણું.
  • સ્ત્રી.
    • અટક; નેમ; નિયમ.
    • અઢેલવું તે.
    • ગીતનું સમૂહગાન.
    • જશ.
    • રોકણ; અડચણ.
    • વચન; સોગંદ.
  • ન.
    • આશ્રય; અવલંબ.
    • ટેકણ; આધાર; થાંભલો; ટેકો.
      • વ્યુત્પત્તિ [હિંદી]

સંદર્ભ

[ફેરફાર કરો]