ટેભો

વિકિકોશમાંથી
  • ૧. (પું.) અક્કલ.
  • ૨. (પું.) કનડગત.
  • ૩. (પું.) દરજીનું ખિજવણું; ફાટિયો.
  • ૪. (પું.) બળ; શક્તિ.
  • ૫. (પું.) લીધેલી વાત.
  • ૬. (પું.) સીવણનો ટાંકો; બખિયો; ઓટણ; સાંધો; કપડાંની અથવા ઘાના ચીરાની બે બાજુને જોડવા મારેલો ટાંકો. ટાંકા કરતાં ટેભામાં મજબૂતાઈનો વિશેષ અર્થ રહેલો છે. આંટી મારીને લેધેલો ટાંકો તે બખિયો કહેવાય છે.
    • રૂઢિપ્રયોગ:
      ૧. ટેભા તૂટી જવા = કાયર થવું; થાકી જવું; શક્તિ ન રહેવી; સાંધા નબળા થવા.
      ૨. ટેભા દેવા = ટાંકા મારવા; બખિયા ભરવા.
      ૩. ટેભા ન ઝીલવા = આવી રહેવું; થાકી જવું.
      ૪. ટેભો મારવો = સીવી લેવું.

ઉતરી આવેલા શબ્દો[ફેરફાર કરો]

  • ૧. (બ.વ.) ટેભા
    • ઉદાહરણ
      ૧૯૪૬, ઝવેરચંદ મેઘાણી, સમરાંગણ, page 5:
      નદીનો આરો પોતે અબોલ છે, પણ મૂંગાં નદી-જળ માનવીઓને બોલતાં કરે છે. સંસારના લાજમલાજાએ સીવી લીધેલી નારીની જબાન પરથી નદીનો કાંઠો ટેભા તોડે છે.
  • ૨. ટેભલો = દરજી