ટોવું

વિકિકોશમાંથી

ક્રિયાપદ (સકર્મક)[ફેરફાર કરો]

  • ટપકવું.
  • બાળક અથવા માંદા માણસના મોંમાં રહી રહીને પૂમડા કે ચમચી વડે પાણી નાખવું; ટીપે ટીપે થોડી થોડી વારે ગળું, મોં ભીંજાયેલું રહે તેમ પાણી પાયા કરવું; ટીપે ટીપે પાણી પાડવું; સિંચવું; છીપવું; બચ્ચાના મોંમાં પક્ષીએ દાણા કે ખાદ્ય મૂકવું.
ઉદાહરણ -સાધુઓએ મહંતજીના ચંબુમાંથી રિખવ શેઠના મોંમાં ચાપવે ચાપવે પાણી ટોયું. વ્યાજનો વારસ
  • બૂમ પાડીને પંખી ઉડાવવાં; તૈયાર થયેલા પાકનું ખેતરમાં રહીને પંખીથી રક્ષણ કરવું,ખવાળું કે રખોલું કરવું (ખેતર, સીમ વગેરેમાં), ખેતર સાચવવા.