ઠાલું
Appearance
- ૧. (ન.) કપાસ કાઢી લીધેલું કાલું.
- ૨. (ન.) વાણાનું સુતર વીંટવાના કામમાં આવતી કોકડી.
- ૩. (વિ.) ખાલી; ભર્યા વગરનું; જેમાં કંઈ સત્ત્વ ન હોય એવું, નહિ ભરેલું.
- ૪. (વિ.) ધનહીન; પૈસા વગરનું.
- ૫. (વિ.) ધંધા વગરનું; બેકાર, નકામું
- ૬. (વિ.) નકામું; ફોગટ; અમસ્થું; નાહક.
- ૭. (વિ.) નહિ વાસેલું; તાળું નહિ મારેલું; ખુલ્લું.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો](હિ.) ઠલ્લ
ઊતરી આવેલા શબ્દો
[ફેરફાર કરો]- ઠાલો
- ઉદાહરણ : ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૨:
- ‘ઠાલો મારે મોઢેં રૂડું મનવ મા. ઉપકાર યાદ હોય તો તો આ અમરતનો કોક દીય ભાવ પૂછ્યો હોત.’
- ઉદાહરણ :
- ઠાલી
- ઉદાહરણ : ચાલી તો જશે રે ઠાલી ચાલી તો જશે રે, તારી જુવાની દીવાની ઠાલી ચાલી તો જશે. વિહારી.