લખાણ પર જાઓ

ડખો

વિકિકોશમાંથી
  • ૧. (પું.) આડખીલી; વાંધો.
  • ૨. (પું.) ખીચડો; રાબડું; બાફણું.
  • ૩. (પું.) (લા.) ગરબડાટ; નકામી વાતોનો ઘોંઘાટ; ગોટાળો, ડખું, ડખલિયું.
    • રૂઢિપ્રયોગ:
      ડખો મૂકવો = નકામી વાત મૂકવી; ગરબડાટ છોડવો.
  • ૪. (પું.) ગોટાળો; ગૂંચવણ; ગરબડ; અવ્યવસ્થા; ન સમજાય તેવી બાબત.
  • ૫. (પું.) વાંધો; ઝઘડો; લડાઈ; ડખલો; કજિયો; વાંધોવચકો કાઢવો.
    • 'રૂઢિપ્રયોગ:
      ૧. ડખો કરવો = અવાજ, કકાળાટ, નકામી વાત કે કજિયો કરવો.
      ૨. ડખો ઘાલવો = કોઈ કામ વ્યવસ્થાપૂર્વક ચાલે નહિ એમ તેની વચમાં ઝઘડો નાખવો કે વાંધો કાઢવો; કોઈ કામ સરાડે ન ચાલે માટે કાંઈ ફાંસ મારવી.
      ૩.ડખો ડાંભવો = કજિયો પતાવવો; કજિયો બંધ કરવો; ઝઘડો બંધ શાંત કરવો.
  • ૬. (પું.) વચમાં નડે કે હરકત કરે એવું હોય તે; પંચાતી; અડચણ કરે એવી બાબત.
    • ઉદાહરણ
      ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૧:
      ને આટલા દિવસો થયા તોલા એક અફીણનું ખરચ કરવાનું કહી રાખ્યું છે છતાં એનો અમલ નથી થયો ! થઈ ગયું હોત તો ઘીના ઠામમાં ઘી પડી રહ્યું હોત અને વસિયતનામાનો ડખો પણ ઊભો થયો નહોત.
  • ૭. (પું.) (સુરત.)શાકના કટકા નાખી કરેલી જાડી દાળ; ડખું; શાક વગેરે નાંખી કરેલી દાળ
  • ૮. (વિ.) સ્વાદ રહિત; બેસ્વાદ.
  • ૯. (પું.) ડખડખાટ.