ડફણું

વિકિકોશમાંથી

સંજ્ઞા[ફેરફાર કરો]

  • ૧. ન.
    • ચામડાથી મઢેલું નાનું પડઘમ; ડફ.
    • ફાડેલું જાડું લાકડું; બૂધું.
    • વગર ઉપયોગનું સાધારણ કામ કરે એવું હમેશ હાથમાં રાખવાનું હથિયાર; નકામા જેવી તલવાર.
    • સફાઈદાર નહિ કરેલી નાની લાકડી; જાડી ને ટૂંકી પશુને હાંકવાની લાકડી; ડંગોરો; ડાંગ; ધોકો; દંડૂકો; ડમણું;
      • રૂઢિપ્રયોગ
૧. ડફણાં મારવાં = ફટકા મારવા; કોરડા મારવા.
૨. તેજીને ટુંકારો ને ગધેડાને ડફણાં = સમજુને થોડું કહેવાથી ઘણી અસર થાય છે, પણ ગમારને ગમે તેટલું સખત કહ્યાથી પણ શરમ આવતી નથી.

બહુવચન[ફેરફાર કરો]

  • ડફણાં
ઉદાહરણ
2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૩૦:
બાલુના આવા વરણાગીવેડા લાડકોરને પહેલેથી જ પસંદ નહોતા. અત્યારે અજાણ્યા મહેમાનોની હાજરીમાં એ વરણાગીપણાનું પ્રદર્શન થતું જોઈને એણે બાલુ તરફ ફરીને આંખ કાઢી, પણ આવા સંકેત સમજવાની શક્તિ જ એ બુદ્ધુ છોકરામાં ક્યાં હતી ? એ તો ટકોરાને બદલે ડફણાને જ પાત્ર હતો.

સંદર્ભ[ફેરફાર કરો]