ડાચું
Appearance
- ૧. (ન.) કરચલીવાળું મુખ.
- ૨. (ન.) ગાલની અંદરનો દાંતને લગતો ભાગ.
- ૩. (ન.) ગાલની ચામડી ઉપર પડેલ કાળા ડાઘ.
- ૪. (ન.) જડબાં બહાર નીકળી આવવાથી ભયંકર તરેહવાર દેખાતું લાંબું સૂકું મોં; ગાલમાં ખાડા પડેલા હોય એવું કદરૂપું બહાર નીકળેલું દેખાતું મોં. તિરસ્કારમાં વપરાય છે.
- ૫. (ન.) તળે ઉપરનાં બે જડબાં, ઓઠ ને નાકવાળો મોઢાનો ભાગ; મોં; મુખ; મોઢું; ચાડું; જડબું
- રૂઢિપ્રયોગ:
૧. ડાચાનું સબ્ધું = વાતોડિયું.
૨. ડાચામાં દેવું = મારવું.
૩. ડાચામાં બાળવું = ઇચ્છા વગર દેવું.
૪. ડાચું ફાડવું = (૧) ચકિત થવું; નવાઇ પામવું. (૨) લાંચ માગવી.
- રૂઢિપ્રયોગ:
૫. ડાચું ફેરવી નાખવું = મોઢા ઉપર માર મારવો.
૬. ડાચું વકાસી રહેવું = મોઢું ચકરવકર થવું; મોઢાનો ખરાબ દેખાવ થવો; સામું જોઈ રહેવું.
- ૬. (ન.) રીસ.
- ૭. (ન.) મોં; મોઢું (તિરસ્કારમાં)
- ઉદાહરણ ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૮૭:
- ‘તે હાથે કરીને જ નાની બહેનને કૂવામાં ઉતારી છે. હવે તું બહેન શેની ગણાય ? મારી સાત ભવની શોક્ય ! નીકળ અહીંથી. તારું ડાચું બાળ !’
- ઉદાહરણ