લખાણ પર જાઓ

તગાવી

વિકિકોશમાંથી
  • સ્ત્રી.
    • સરકાર કે જમીનદારે ખેડૂતને ખેતી કરવાને અગાઉથી નાણાં અથવા સાધન આપવાં તે; સરકાર તરફથી ખેડૂતને ધીરવામાં આવતા નાણાં; વાવણી વખતે અથવા દુષ્કાળ ટાણે ખેડૂતને અપાતી નાણાંની મદદ; ખેડૂત પાસે ખેતી કરવાને સાધન ન હોવાથી સરકારે તેની પાસે ખત લખાવી લઈ નાણાં અથવા સાધન એટલે ઓજાર, બી વગેરે આગળથી ધીરેલું હોય તે; કૂવો કે જળાશય બાંધવા માટે ખેડૂતોને રાજ્ય તરફથી અપાતી આર્થિક સહાયતા.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૩૮:
      “છેલ્લા સાત કે આઠ મહિનામાં ખેડા જિલ્લામાં રેલસંકટનિવારણ માટે સરકારે લગભગ અર્ધો કરોડ જેટલા રૂપિયા ધીર્યા છે. જો આ ચળવળિયાઓ બારડોલીમાં ફતેહમંદ થાય, તો તો પછી ખેડા જિલ્લામાં સરકારી મહેસૂલ અને તગાવીની વસૂલાતનું કામ જોખમમાં જ આવી પડે.”

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
અરબી
વ્યુત્પત્તિ શબ્દ: તકાવી

સંદર્ભ

[ફેરફાર કરો]