લખાણ પર જાઓ

તજવીજ

વિકિકોશમાંથી
  • સ્ત્રીલિંગ
    • આશરે કીમત; અડસટ્ટો.
    • કાવતરું; પ્રપંચ.
    • ચોક્સી; બંદોબસ્ત; સંભાળ; ઇંતિઝામ; પ્રબંધ.
    • ઠરાવ; ન્યાયની અદાલતનો ફેંસલો; નિર્ણય.
    • તપાસ; શોધ; ખોળ.
    • પગલાં; ઉપાય.
    • યત્ન; કોશિશ; મહેનત; પ્રયત્ન.
    • યુક્તિ; કરામત; યોજના; તદબીર.
    • વિચાર; અભિપ્રાય.
    • સજા; શિક્ષા.
    • સંકલ્પ; નિશ્ચય; સિદ્ધાંત.
    • સેવા; ચાકરી.
  • રૂઢિપ્રયોગ
    • તજવીજ કરવી – (૧) કીમત આકવી. (૨) ગણવું. (૩) તપાસ કરવી; યત્ન કરવો; ચોક્સી કરવી (૪) નક્કી કરવું. (૫) ફેંસલો જાહેર કરવો. (૬) યુક્તિ કરવી. (૭) પસંદ કરવું. (૮) વિચાર કરવો.
    • તજવીજ રાખવી – લેવી – સંભાળ રાખવી; ભાળ લેતા રહેવું.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
  • વ્યુત્પત્તિ શબ્દ: જવજ (અર્થ: તેણે શોધ્યું.)

સંદર્ભ

[ફેરફાર કરો]