લખાણ પર જાઓ

તપોવન

વિકિકોશમાંથી

નામ (નપુંસકલિંગ)

[ફેરફાર કરો]
  • તાપસોને તપ કરવાનો જંગલનો વિસ્તાર; તપસ્વીનું નિવાસસ્થાન; ઋષિઓ કે તપસ્વીઓને રહેવાનું ને તપ કરવાનું સ્થાનક કે વન; ઋષિનો આશ્રમ; તપસ્વીઓને રહેવા કે તપ કરવા યોગ્ય વન; તપ કરવા માટેનું જંગલ કે ક્ષેત્ર; જ્યાં તપ બહુ સારી રીતે થઈ શકે તેવું એકાંત સ્થાન; તપસ્વીનું નિવાસસ્થાન. શાસ્ત્રમાં તેની એમ પણ વ્યાખ્યા છે કેઃ રાગી પુરુષોને વનમાં પણ દોષ ઉત્પન્ન થાય છે. ઘરમાં રહી પાંચે ઇંદ્રિયોનો નિગ્રહ કરવો એ તપ છે. નિંદિત કર્મમાં જે પ્રવૃત્ત થયો નથી અને જે રાગ રહિત થાય છે તેને ઘર જ તપોવન છે.
    • ૧૯૪૬, ચુનીલાલ મડિયા, વ્યાજનો વારસ, page ૧૬૪:
      એક સામાન્ય દેણદાર અને દેવાળિયા ગણાયેલ સંધીનું ખડખડ–પાંચમ ખોરડું, જીવનની એક કલાધરીનું તપોવન બની રહ્યું હતું.
  • એ નામનું ગંગા નદીના જમણા કિનારા ઉપર આવેલું એક ગામ. વસુમતી કે બાસુમતી નામના ચોખા માટે આ તપોવન ખ્યાતિ પામેલું છે.
  • તે નામે એક તીર્થ.
  • ( પુરાણ ) નર્મદા તટે આવેલું એક વન.
  • (પૌરાણિક માન્યતા પ્રમાણે) નાસિક (મહારાષ્ટ્ર) પાસે ગોદાવરીના કિનારા ઉપરનું એક પ્રાચીન વન. (સંજ્ઞા.)