લખાણ પર જાઓ

તારતમ્ય

વિકિકોશમાંથી
  • નપુંસકલિંગ
    • (ગણિત) એકબીજા પર આધાર રાખતા પરિણામોનું ગુણોત્તર. બે પરિણામો એકબીજા પર આધાર રાખતા હોય ત્યારે એકના મૂલ્યમાં અત્યંત અલ્પ ફેરફાર થવાથી બીજાના મૂલ્યમાં પણ અત્યંત અલ્પ ફેરફાર થાય છે. આવા ફેરફારોનું ગુણોત્તર તે તારતમ્ય કહેવાય છે.
    • ચડિયાતાપણું.
    • જીકર.
    • તત્ત્વ.
    • તફાવત; ફેર.
    • તરી આવેલું તે.
    • ન્યૂનાધિકતા; ઓછાવત્તાપણું; ઊતરતા અંશોની તારવણી; ચડાવઉતાર; ચડઊતર.
    • પરિણામ.
    • પ્રમાણબુદ્ધિ; પ્રમાણની સમજશક્તિ.
    • બે કે વધારે વસ્તુઓનો ગુણ, પ્રમાણ વગેરેનો પરસ્પર મેળ યા મુકાબલો.
    • મતલબ; સાર; ભાવાર્થ; મુદ્દો; સારાંશ; તાત્પર્ય; ખુલાસો.
    • સાપેક્ષ અગત્યતા.
    • સારાસાર વિચાર.

વ્યુત્પત્તિ

[ફેરફાર કરો]
વ્યુત્પત્તિ શબ્દ: [તર (અધિકતાવાચક પ્રત્યય) + તમ (શ્રેષ્ઠતાવાચક પ્રત્યય )+ ય (ભાવવાચક નામ બનાવનાર પ્રત્યય)]

સંદર્ભ

[ફેરફાર કરો]