તારામૈત્રક
Appearance
- ૧. ન.
- सं. આંખે આંખનું મિલન; આંખે આંખ મળવી તે; નેત્રપલ્લવી; ઓચિંતી આંખે આંખ મળતાં ઉત્પન્ન થયેલી પ્રીતિ, નહિ કે પ્રેમની મૈત્રી; આંખે આંખ મળતાં ઊપજેલી અન્યોન્ય પ્રતિ સ્નેહની ઈચ્છા; આંખના અણસારાથી થયેલી પ્રીતિ; ચાર આંખ એક થવી તે; આકસ્મિક પ્રેમ.
- ઉદાહરણ 2019, ચુનીલાલ મડિયા, વેળા વેળાની છાંયડી, page ૨૫:
- “ગાડીની સામી બેઠકમાં બેઠેલી ચંપાએ પણ નરોત્તમની આ કુતૂહલભરી નજ૨નું અનુસંધાન કર્યું અને આ વગડા વચ્ચે ઘોડાગાડીમાં ઘડીભર તારામૈત્રક રચાઈ રહ્યું.”
- ગ્રહની અનૂકૂળતાને લીધે થયેલી પ્રીતિ કે સંબંધ.