તુખમ
Appearance
- ન.
- વંશ; કુળ.
- ઉદાહરણ 1923, બદ્રનિઝામી–રાહતી, બીરબલ વિનોદ, page ૨૫૨:
- “હુઝૂર ! એવું કદાપિ નહીં બને. અમે રજપૂત છીએ, અમારો ટેક કદી ન ફરે. બોલ્યું વચન ન પાળીયે તો અમારા તુખમમાં ફેર ગણાય. હુ મ્હારા પૂર્વજોનો કોલ આપવા તૈયાર છું.”
- વીર્ય; બીજ; જેમાંથી પ્રાણીની ઉત્પત્તિ થાય તે તત્ત્વ.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- રૂઢિપ્રયોગ
- ૧. તુક(ખ)મે તાસીર અને સોબતે અસર = જેવું બીજ હોય એવો આકાર અને જેવી સોબત હોય તેવી મન ઉપર અસર થાય છે.
સંદર્ભ
[ફેરફાર કરો]- તુખમ ભગવદ્ગોમંડલ પર.