તુમાર

વિકિકોશમાંથી
  • પું.
    • ચડઊતર અમલદારોની નોંધવાળો બે પક્ષ વચ્ચેનો પત્રવ્યવહાર; નિકાલ માટે સરકાર આગળ રજૂ કરેલી અરજ અને તેની ઉપર જુદી જુદી પાયરીના અધિકારીઓએ આપેલા અભિપ્રાયનું ટાંચણ.
    • ઉદાહરણ
      1938, ઝવેરચંદ મેઘાણી, અપરાધી, page :
      “પોલિટિકલ એજન્ટોએ એને પ્રિય અધિકારી બનાવ્યો. કડકમાં કડક ગણાતા ગોરા સાહેબો દેવનારાયણસિંહની દેવમૂર્તિ સામે પ્રસન્નભાવે ઢળતા રહ્યા. એનો એક પણ તુમાર પાછો ન ફરતો; એની એક પણ માગણી નકાર ન પામતી.”
    • રકમ.

વ્યુત્પત્તિ[ફેરફાર કરો]

ફારસી
  • રૂઢિપ્રયોગ
    • ૧. તુમાર ચલાવવા = (૧). કાગળ અમલદારો તરફ મોકલી કામ લંબાવવું. (૨). પત્રવ્યવહાર ચલાવવો. (૩). લિખિત અભિપ્રાય મંગાવવો; અમુક નિર્ણય કરતા પહેલાં થયેલા પ્રશ્ન ઉપર અમલદારોના અભિપ્રાય મંગાવી જોવા.

સંદર્ભ[ફેરફાર કરો]