લખાણ પર જાઓ

તુમુલ

વિકિકોશમાંથી
  • પું.
    • બહેડાનું ઝાડ.
      • વ્યુત્પત્તિ : [સંસ્કૃત]
    • સેનાનો કોલાહલ; લડાઈની ઘોંઘાટભરી હિલચાલ; યુદ્ધનો શોરબકોર.
  • ન.
    • વ્યાકુળ કરે તેવું યુદ્ધ.
  • વિશેષણ
    • ઘોંઘાટ અને ધમ્માચકડીવાળું; જેમાં વિવિધ પ્રકારના કોલાહલ અને માણસ, પશુ વગેરેની ધાંધલ થઈ રહેલી હોય એવું; રણસંકુલ; ગરબડિયું.
    • ભયંકર; દારુણ; સખત; કપરૂં; મોટું ધીંગાણું મચી રહેલ હોય તેવું.
    • ઉદાહરણ
      1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૨૪૫:
      “આજે તુમુલમાં તુમુલ લડત ઝઝૂમી રહી છે તે ઘડીએ આવું લખવું મૂર્ખાઇભરેલું અને સ્વપ્નદર્શી લાગે. પણ મને જે ઊંડામાં ઊંડું સત્ય લાગે છે તે જો હું પ્રગટ ન કરું તો દેશના અને મારા આત્માનો હું દ્રોહી બનું.”

સંદર્ભ

[ફેરફાર કરો]