ત્રંબાળુ

વિકિકોશમાંથી

પ્રકાર[ફેરફાર કરો]

નામ(નપુંસક લિંગ)

અર્થ[ફેરફાર કરો]

  • તરભાણું; તાંબાનું તર્પણ કરવાનું વાસણ.
  • તાંબાની મોટી નોબત; તાંબાનું વાજિંત્ર.†
  • મહાદેવે જનકને આપેલું અને રામે ભાંગેલું એ નામનું ધનુષ્ય.

પ્રકાર[ફેરફાર કરો]

વિશેષણ

અર્થ[ફેરફાર કરો]

  • તાંબાનું બનેલું.
  • ત્ર્યંબકનું; મહાદેવનું.

ઉપયોગ[ફેરફાર કરો]

  • ત્યારે બોલ્યો ઊંટ, મારે માથે તો ત્રંબાળુ ગાજે. – દલપતરામ†

એ… જી… જૂનાણે જાંગીડા વાગશે
વાગે ત્રંબાળુ નિશાન;
એ… જી… સાયબો પરણે સુંદરી
પરણે રવિ ઊગમતે ભાણ.

-વ્યાજનો વારસ