થવું

વિકિકોશમાંથી

Type[ફેરફાર કરો]

નામ (અoક્રિo)

Meaning[ફેરફાર કરો]

[सं. स्था, प्रा. था?] બનવું; અસ્તિત્વમાં આવવું; કાંઈ બનવું-રચાવું કે તેની તૈયારી ચાલવી (કોઈ પદાર્થ, પ્રસંગ કે ભાવ માટે વપરાય છે. ઉદાo રસોઈ થઈ; બળવો, ક્રોઘ, મોહ થવો) (૨) નીપજવું; પેદા થવું. (જેમ કે કહ્યે કશું નહિ થાય; ઝાડે ફળ થાય; ઉધરસ થવી ઇo) (૩) (અમુક સમય, અંતર, વજન, ઇo પરિમાણ) અસ્તિત્વમાં આવવું; માપમાં હોવું; ગુજરવું (સમય); (વજનમાં) ઊતરવું, ઇo. (જેમ કે, કલાક થયો; વખત થાય છે. એક ગાઉ થાય. શાક મણ થયું.) (૪) લાગવું; પ્રતીતિ પડવી. (જેમ કે, મને એમ થાય છે કે જઈ આવું.) (૫) અનુભવમાં આવવું; લાગુ પડવું. (જેમ કે, મને દુ:ખ થાય છે; એને રોગ થયો ઇo) (૬) વર્તમાન કૃoની સહાયથી, તે ક્રિયા કરવા માંડવી એવો અર્થ બતાવે છે. [જેમ કે, ખાતો થા; ભણતી થા]