દરગુજર
Appearance
- ૧. સ્ત્રીલિંગ
- માફ કરવું તે; સાંખી લેવું તે; ક્ષમા કરી દોષ હોય તે લક્ષમાં નહિ લેવા તે; હશે એમ કહેવું તે; ક્ષમા; માફી.
- રૂઢિપ્રયોગ
- ૧. દરગુજર કરવું = (૧) જતું કરવું; જોયું ન જોયું કરવું. (૨). માફ કરવું; ક્ષમાની દૃષ્ટિએ સામાના દોષો જતા કરી ચલાવી લેવું; સાંખવું.
- ઉદાહરણ 1929, મહાદેવભાઈ દેસાઈ, બારડોલી સત્યાગ્રહનો ઇતિહાસ, page ૧૧૭:
- “સરદારે તેમને શુદ્ધ પશ્ચાત્તાપ એ જ પ્રાયશ્ચિત્ત છે એમ કહીને કડોદને દરગુજર કરવાનું કહ્યું.”
- ઉદાહરણ
- ૨. દરગુજર ચાહવી = માફી માગવી.
- ૧. દરગુજર કરવું = (૧) જતું કરવું; જોયું ન જોયું કરવું. (૨). માફ કરવું; ક્ષમાની દૃષ્ટિએ સામાના દોષો જતા કરી ચલાવી લેવું; સાંખવું.
- ૨. વિશેષણ
- માફ કરેલું; સાંખી લીધેલું.
વ્યુત્પત્તિ
[ફેરફાર કરો]- વ્યુત્પત્તિ શબ્દ: દર્ગુજર
સંદર્ભ
[ફેરફાર કરો]- દરગુજર ભગવદ્ગોમંડલ પર.